મમ્મી પૂરેપૂરી મુંમ્બઈ ની છોકરી. ચન્દારામજી માં ભણી મેટ્રિક કર્યું, અને ૧૯૩૬ માં મોર્ડન સ્કૂલ સ્થપાઈ અને એમાં “વેણીવાળા બેન” પ્રાથમિક શાળા ની શિક્ષિકા બની. મારા જાણવા પ્રમાણે પ્રવાસ માં તો “મામા નું ઘેર કેટલે – સુરત માં દીવો બળે એટલે!” એવું જ હતું. કોઈના મોઢે બીજા પ્રવાસ કે ફરવા ગયા એવું સાંભળ્યું નો’તું. ૧૯૩૯ માં ૩ મહીના માટે મદ્રાસ ગયી Madame Montessori પાસે બાળકો ને શિખવવાની નવી ઢબ શિખવા. (આટલું લખ્યું પછી જરા મેડમ મોંટેસોરી ની વાતો ની શોધ ખોળ કરી. મોંટેસોરી ની ઢબ તો વિશ્વ માં પ્રખ્યાત થઈ હતી ,અને થોડા ઘણા લોકો યુરોપ જઈ એમની પાસે શીખી આવેલા, પણ ૧૯૩૯ માં તેઓ મદ્રાસ સ્થિત થીઓસોફિક સોસાયટી ના આમંત્રણે ત્યાં કોર્સ કરાવવા આવેલા. ઇતિહાસ એવું કહે છે કે મેડમ ઈટાલીયન હતા, અને બીજું વિશ્વ યુદ્ધ ફાટતાં અંગ્રેજો એ એમને ભારતમાં નજર કેદ કર્યા, અને છેક ૧૯૪૬માં એ વતન પાછા જઇ શક્યા.) મમ્મીના કુટુંબમાં થી પહેલી દીકરી જે નોકરી કરવા માંડી. બધ્ધિ બેનો પરણી પરણી ને સાસરે ગઈ, અને મોટીબાએ ભાઈઓ ની દેખ રેખ અનાયાસે મમ્મીને સોંપી. મોટા મામા એ કહેલું કે ભાઈ ઓ દોસ્તારો સાથે picture જોવા જાય, ત્યારે મમ્મી પૈસા આપે – એના પગાર માં થી! ઘરમાં પણ ભાઈઓ નુ ધ્યાન રાખતી. મહેંદ્રમામા યાદ કરે કે સ્કૂલ નું લેસન કરવાનું હોય તો સામે આવી ઊભી રહે, અને મામાને કંટાળો આવતો હોય તો પણ લેસન કરાવે. સાથે સાથે ભરવા ગૂંથવામાં પણ પાવરધી. Painting પણ સુંદર કરે. મને એક વસ્તુ ખાસ યાદ છે કે ચાહ નાસ્તો આપવાની એક ટ્રે હતી, (શરમ આવે છે કે હવે ક્યાં ગઈ તે ખબર નથી – સિંગાપૂર આવ્યા અને ઘર ની ઘણી વસ્તુ ઓ વેરવિખેર થઈ ગઈ) અને એમાં એક ગુલાબ ના જૂથ્થા નું ભરતકામ – ટ્રે ના કાચના તળિયા ની નીચે! દરેક ફૂલ ના આબેહૂબ ગુલાબ ના રંગો, light અને shade ના જુદા રંગો વગેરે. એક ચિત્ર ગૂંથેલું, એક કન્યા, ઘૂટાણે બેસી કોઈ દેવતા ને દીવો ધરી અંજલિ આપી રહી છે. આખું ગૂંથણ એના પોતાના વાળ થી ભરેલું! માથે બોળી નહાય ત્યારે વાળ ઉતરે તે સાચવીને દોરા ની માફક વાપર્યાં. નસીબ જોગે એ ભરત કામ હજુ અમારી પાસે છે. સીવણ કામમાં પણ એવુજ. લગભગ ૮મી સુધી મારા બધ્ધા કપડાં – યુનિફોર્મ સુધ્ધાં – એજ સીવતી. નાની હતી ત્યારે ગટકી હતી, એટલે “બકા” નામ પડ્યું. અનુમાન કરું છું કે બકાસુર માં થી બકા રહી ગયું! પણ મોટી થતાં ક્યારે સરગવા ની શીંગ જેવી થઈ તે ખ્યાલ કોઈ ને નથી. પણ પિયરિયા એને બકા માસી ફોઇ બહેન કરીને જ સંબોધે. સિફત તો જાણે એનું ત્રીજું નામ! આશરે અઠવાડીયા માં ત્રણ વાર એનો બીજમંત્ર સંભળાવે – “કામ વ્હાલું છે, માણસ નહીં!” અને પોતે કામ કરે એટલે બીજાને તમ્મર આવી જાય. બા ને ઘરે – ચાલી ની ત્રણ સળંગ રૂમો હતી. મેં જોયા પ્રમાણે! બા દાદા સવારના ચાર વાગે ઊઠે, અને બા પવાલી ચઢાવી છ વાગ્યામાં દર્શન કરવા નીકળી જાય. ભાભીઓ તો પછી આવી, તે મમ્મી રસોડુ પતાવી પોતે પણ નોકરીએ નીકળી જાય. |
ફોઇબા અને ત્રિભુકાકા ની વાતો યાદ આવે છે કે જમ્બુસર માં નાત નું જમણ હોય તો આમોદ થી ચાલી ને જતા. ૮ માઈલ દૂર. ઘરના બૈરાં ગાડામાં, વીર પૂરુષો ચાલીને! ઋતુ પ્રમાણે જમણ હોય. લાડુ હોય, લાપસી અને બુરુ હોય, વગેરે. સવારે 4 વાગે આમોદ થી નીકળે. કાકા ના કહેવા પ્રમાણે આગલે દિવસે રાતના જમે નહીં, કે આવતી કાલે જમણ જાપટાય! ગજેરા ની વાતો કંઇ સાંભળી નથી. ગજેરા ૪- પણ જમાનો કેવો? ૨ પઇ નું શેર દૂધ અને ૨ આના નું શેર ઘી મળતું. પપ્પા એ મને કહેલું કે ૪ ચોપડિ પછી પગમાં ચંમ્પલ આવી. અને પાટલુન તો સુરત પહોંચ્યા ત્યારે, ત્યાં સુધી અડધિયું જ. રમૂજ ની વાત છે. સ્કૂલમાં ઇન્સ્પેક્શન હતું, એટલે માસ્તરે બધા છોકરાઓને સારા કપડાં પહેરી આવવાનું કહેલું. ઘરેથી નીકળતાં જ ખમ્મીસ પર કંઈ ઢોળાયું, બીજા ખમ્મીસનો તો સવાલા જ નો’તો, એટલે બાપાજી નો ડગલો મળ્યો તે પહેરી ને સ્કૂલે પહોંચ્યા. ઇન્સ્પેક્શન ના અધીકારી ક્લાસમાં આવ્યા અને બધા છોકરાઓ ઊભા થયા. અધીકારી આમ તેમ ફરતાં પપ્પા પાસે આવ્યા. ફક્ત ડગલોજ દેખાય, એટલે પુછ્યું, “નીચે કઈ પહેર્યું છે કે નહીં?” પપ્પાએ ડગલો ઊંચો કરી અડધીયું બતાવ્યુ! અચાનક સાંભળેલી અને યાદ રહી ગયેલી વાતો પપ્પાના મગજ માં ઘણી હતી. ફોઇ આબુ ઘણી વાર ગયેલા. ધર્મશાળામાં રહેવાનું, હાથે રાંધવાનું, બૈરાં ઓરડામાં સુએ, પપ્પા ઓટલે! “ઊંઘ અને આહાર ઘટાડ્યા ઘટે, અને વધાર્યા વધે” આ વાક્ય એમણે આબુમાં ધર્મશાળાના ઓટલે સૂતા સૂતા બાજુમાં કશે પ્રવચન ચાલતું હતું ત્યાથી સાંભળ્યુ. આ વાક્ય એવું ઊંડું ઉતારી ગયું કે તરતજ બીજેજ દિવસે ૨૫ રોટલીના ખોરાક પરથી ૫ રોટલી પર આવી ગયા, અને દાંત ગયા અને ચોકઠું આવ્યું ત્યાં સુધી ૫ રોટલી જ ખાધી. આવીજ રીતે ત્યાં આબુની ધર્મશાળાના ઓટલા પર સૂતા સૂતા એમણે લોકગીતા પર થતું પ્રવચન સાંભળેલું. છેલ્લું વાક્ય ખુબજ યાદ રહેલું અને અમે પપ્પાના મોઢે ઘણી વાર સાંભળ્યુ. “કરમના એ મારવા ને ધરમના એ મારવા, મારવા નો ના આવે આરો. એટલું જાણીને દીધે તું રાખ કરહણીયા, ઈમાં તારા બાપનું શું જાય”. અંજુ ને એના બાળપણ માં આવી લોકગીતાના છેલ્લા આજ વાક્ય સાંભળવાની યાદો છે - પપ્પા પહેલીવાર મમ્મીને “જોવા” ગયા હતા. એકદમ નવો લેંઘો પહેરેલો. એટલો નવો કે હજુ લેંઘા પર મિલની “ફક્ત વપરાશ માટે” છાપ બધાને દેખાય એવી રહી ગયેલી. બન્ને ૧૯૪૪- પપ્પા પર સુરતનું પાણી ઘણું ફર્યું. કુમાર અવસ્થા સુરતમાં. એમના એક જિગરી દોસ્ત જૈંતિ (અસલી નામ જયંત હશે એવું અનુમાન કરું છું) એ નગરશેઠ કહેવાય એવા કુટુંબના સૌથી નાના દીકરા. હવેલી હતી. મોટા ભાઈ ખાસ સંગીત ના પાલનહાર કે આશ્રયદાતા કહેવાય. ગુજરાતમાં તો ખરાજ, પણ કલાકારની દુનિયામાં દેશભર જાણીતા. એ અરસાના કલાકારો – જે ભવિષ્યમાં સંગીત ના મહાન કલાકાર ગણાયા એવા એમની હવેલી પર આવે, અને ત્યાં એમની સંગીત ની બેઠક જામે. પપ્પા ભલે નાનાભાઇ ના મિત્ર હોય, પણ હવેલીમાં ઉપર જવાની મનાઈ. પણ કંઇક મનમાં ધગસ જાગી હતી – પરિવાર માં કોઈ ની આવી સંગીતમય વૃત્તિ નો’તી – તે હવેલી ના ઓટલે બેસી આ બધા સંગીત ની દુનિયાના ભવિષ્યના સામ્રાટો ના ગાયન કે વાદન ને સાંભળે. આમને આમ શાસ્ત્રીય સંગીત સમજતા અને ઓળખતા થયાં અને રાગ ની ઓળખાણ અને કોઈક વાર કલાકાર ની ગફલત તો વર્ષો સુધી પકડી શકતા. હુરતમાં પપ્પાના પરાક્રમો ઘણા. તરવાનું સિખ્યા તે તાપી માં જ. સહેલું હતું, નદી માં જંપલાવ્યું અને હાથ પગ વીંજયા. કોઈ સિખવવા વાળું હતું કે નહીં, તે રામ જાણે. નદી કિનારે હનુમાનજી નું મંદિર છે. ૨૦૧૬ ની આસપાસ હું ચાર પાંચ દિવસ સુરત અને આહવા અને તિથલ રખડ્યો, અને સુરતમાં મારા ભાણીયા રહે છે, એ લોકો હનુમાન મંદિર લઈ તો ગયા, પણ નદીનું વહેણ મંદિરના કિનારા થી ઘણું દૂર હતું. આખા કિનાર પર ૩૦- એજ તાપી, અને એજ સુરત. કોઈ ની હોડી હાથમાં આવી હતી, અને હલેસ્સા મારતાં જરા વધારે દૂર નીકળી ગયા, અને નદીના પ્રવાહ માં હોડી ખેંચાવા માંડી. નસીબ જોગે, હોડી એક રેતીના ઢગલામાં અટકાઈ ગઈ, અને કેટલી વારે કોઈ માછીમાર હોડીવાળાએ એમને જોયા, અને બચાવ્યા. એક આદ દિવસ ત્યાં લટકાઈ રહેલા. ઘરમાં ધમાલ! કોલેજમાં હતા ત્યાર ની વાતો કંઈ ખાસ એમણે કહી હોય એવું યાદ નથી. પૂનામાં બ્રિજ રમતા સિખ્યા, અને ટેનિસ રમતા પણ સિખ્યા. કેવીરીતે એ જાણ નથી. પણ કોઈ પ્રોફેસર ને બ્રિજ નો પાર્ટનર જોઈએ તો પૂના ક્લબમાં ખેંચી જાય અને ત્યાં જ બીજા કોઈ મેમ્બર ને ટેનિસ રમવું હોય તો પપ્પાને બોલાવે. બ્રિજ તો પૈસા થી ક્લબમાં રમાય, એટલે પહેલેથી જ પપ્પા કહી દે હું પૈસા થી નહીં રમુ! જે એમને પાર્ટનર બનાવી લઈ ગયા હોય તે તરતજ કહે, પૈસા ની જવાબદારી મારી! આ બ્રિજ પૈસા વિના જ રમવાનું એ આખી જિંદગી પાળ્યું. કોઈ દિવસ એક પાઇ નો પણ સટ્ટો કે લોટરી કરી નહીં. આઝાદી ની ચળવાળ પૂરબહાર માં ચાલુ હતી. પપ્પાના મોટાભાઇ ત્રિભુવનદાસ ઘણો જ ભાગ લેતા. પત્રકાર હતા. પપ્પાને એક કામ સોપેલું. કોટ બુટ સુટ હેટ પહેરીને ટ્રેનમાં બરોડા કે નડિયાદ કે એમ બાજુના શહેરમાં જવાનું. સાથે સૂટકેસ હોય, પણ વેશ અંગ્રેજ જેવો જોઈને પોલીસવાળા એમને રોકે નહીં, અને આઝાદી ના ચોપનિયા ભરેલી સૂટકેસ આ શહેરો માં પહોચે. ક્રિકેટ પણ સુરતમાં રમતા, અને નાતની ટીમ માં હતા. બસ ફૂટબોલ અને હોકી નો’તા રમતા. એક વાર હોકી રમવા ગયેલા અને પગના નળિયા પર હોકી સ્ટિક વાગી ત્યાર થી છોડી દીધું. પૂનામાં જ સૈહ્યાદ્રી માં રખડવાનું ચાલુ થયું – શિવાજી ના કિલ્લા, અને જંગલમાં થી પાયવાટો. સિગારેટ ત્યાં ચાલુ થઈ કે તે પહેલાં એ ખબર નથી, પણ સિગરેટને લીધે મિત્રોની ટોળકી વધી. કોહલાપુર બેચેલર ઓફ ટીચિંગ કરવા ગયેલા, પણ ત્યાંની વાતો એક પણ કહી નથી કે યાદ નથી! |
તૈયારી |
સિંગાપુર માં |
શાહ કુટુંબ |
સ્વજનો મિત્રો |
મોસાળ |
ચકલાવાળા |
ડુંગરાવાળા |
ગઠિયા મંડળી |
Introduction |
before marriage |
upto 1956 |
Himalay |
After mummy |
After Both |
relationships |
Planning |
Tijoriwala |
The Shah's |
Friends |
Buddies |
hills & vales |
Birders |