સુરતના સગાં તો ઘણા પણ વ્હાલાં પણ એટલાં જ. પપ્પાના મા સમાન મોટીબેન ઉર્ફે હિરાલક્ષ્મી ઉર્ફે ફોઇબા. એમની એક સખી! પ્રબોધાબેન. એજ પ્રમાણે બીજી એક સુરતની જ ઓળખાણ તે મણીબેન (ઝવેરી) નાણાવટી. મણીબેન ના કુંવર તે જગદીશભાઇ. પાછા પપ્પા અને જગદિશભાઈ કેવી રીતે મળ્યા તેનું ફક્ત અનુમાન કરું છું, કે સિંધ્યા હાઊસ (જગદીશભાઇ ની પેઢી સિંધ્યા હાઉસમાં છે) માં મળ્યા હશે અને પછી ડુંગરા પ્રેમીઓ ના સંગાથ માં મળ્યા અને ઓળખાણ તાજી થઈ. એક દિવસ જગદિશભાઈ નો સંદેશો આવ્યો કે મારે ત્યાં સ્લાઈડ શો છે તો આવજો. અમે ત્રણે જગદીશભાઇ ના આલીશાન ફૂલછોડથી ભરચક બગીચા વાળા બંગલે પહોંચ્યા. અને મણીબેન ઉર્ફે બા એ “સુમન” કરીને વ્હાલ ના તુંકાર થી પપ્પાને બોલાવ્યા અને ફોઇબા ના ખબર અંતર પૂછ્યા. પછી જગદીશભાઇ એ સ્લાઈડ શો ના ફોટોગ્રાફર નો પરિચય કરાવ્યો. આ અશ્વિનભાઈ ને મળો. અને પપ્પા બોલ્યા “આને તો નાનો ગગો હતો ત્યારે રમાડયો છે!” પ્રબોધાબેન નો દિકરો તે અશ્વિન મહેતા.
જગદીશભાઇ, મંદાકિની –મંદામાસી – ડુંગરા: હિમાલય કે સૈહ્યાદ્રી, લટાર મારવા ની કે ભર વરસાદ માં વિસાપૂર, ગઢવાલ કે દારજીલિંગ, પર્વતારોહણ કે ક્લાઇમ્બર્સ ક્લબ કે હિમાલયન ક્લબ, આવી ભરપૂર વાતોમાં જગદિશભાઈ મંદામાસી અને અમે ઘણી વાર સાથે હોઈએ જ. પણ જગદીશભાઇ પર્વતારોહણ તરફ વધારે વળેલા. હું એમનો ચેલો ખરો એટલે મેં પણ રૉક ક્લાઈમ્બિંગ ના બેઝિક અને એડવાન્સ કોર્સ કરેલા HMI થી શેરપા નિષ્ણાત ને બોલાવેલા, એના હેઠળ. પછી પર્વતારોહણ ના બન્ને બેઝિક અને એડવાન્સ કોર્સીસ કરેલા. મંદામાસી નું હિમાલય ફરવા નું શિખર ના મૂળ પડાવ સુધી જ. અંજુની પહેલ્લી હિમાલયની ટ્રિપ પ્લાન થતી હતી અને મંદામાસી એ તરતજ કહ્યું સુમંતભાઈ હું અને મારી દિકરીઓ તમારી સાથે આવશું. પપ્પા મમ્મી તો ઘણા જ ખુશ થયા કારણકે સોનલ અને સુજ્જુ (સુજાતા – મંદામાસીની ભાણી) બન્ને કોલેજીયન એટલે અંજુ સાથે ત્રણેય હિમાલય ટ્રેકના નવા નિશાળીયા, અને એક બીજા ને નવા નવા અનુભવો માં અને કૌતુક માં સાથ મળે. ઘણી વાર અમે બે કે ત્રણ કુટુંબ સૈહ્યાદ્રી ભટકવા જતા. કાલસૂબાઈ ઘનચક્કર, વિસાપૂર, લોહગઢ, વગેરે.
અશ્વિનભાઇ અને તિલોત્તમા – તિલુબેન. પપ્પા અને અશ્વિનભાઇ વચ્ચે ઊમ્મરમાં ૨૦-
અમારી સૈહ્યાદ્રી ખૂંદવાની મંડળી મોટી. એક તો મુંબઈ ની પાસે, એટલે ઘણી વાર જવાય, ક્લાઇમ્બર્સ ક્લબ ઘણી ટ્રીપ ઘડે અને ૨૦ થી માંડીને ૫૦ સુધી લોકો જોડાય, અને મિત્ર સંબંધ બંધાય. પણ ખાસ તો નવા નિશાળિયા ને ડુંગરા ની લત લગાડીએ એ આનંદ તો અનેરો, અને એમાં પપ્પા બાહોશ હતા. શનિ રવિ આવે કે કોઈ વાર ૨ કે ૩ દિવસ ની એક સાથે રજા હોય, ને સંદેશા ફરવા માંડે, સવારે ૪:૨૦ ની કરજત ફાસ્ટ માં આગળથી ત્રીજો ડબ્બો, પ્રબળ જવાનું છે, કે શનિવારે ૧:૨૫ ની લોકલ પકડી મલવલી ઉતરી સ્ટેશન પર રાત કાઢી બેડસા કેવસ જવાનું છે! બસ રસિકો તૈયાર!
શશિકાંત દમણીયા અને પત્ની શશિબેન. શશિકાંતભાઈ ને એક વાર રકસેક જોઈતો હતો, અને કોઈ એ કહ્યું કે સુમાંતભાઈ ને પૂછો, એમની પાસે હશે તો ખુશી થી આપશે. બસ, શશિકાંતભાઈ આવ્યા અને પપ્પા એ એમને ડુંગરા અને કુદરત ની લત લગાડી દીધી, અને આજીવન મિત્ર રહ્યા. શશિકાન્તભાઈ પછી તો અમારી સાથે વેલી ઓફ ફ્લાવર્સ ની ટ્રીપ પર આવેલા. શશિકાન્તભાઈ પણ સિંધ્યા કંપની માં કામ કરે, બંને મળી ને સિંધ્યા ના સહકાર્યકરો ની મન્ડળી ઊભી કરી કે ચાલવું ના હોય તો ગાડી માં પણ ડુંગરા અને કુદરત માણવા જવાય. ભર ચોમાસામાં તાનસા અને વૈતરણા નો ઊભરો માણવા કે કાલસૂબાઈ ચઢવા લઈ ગયા.
મકરંદ મજૂમદાર (અને દક્ષાબેન) એ અશ્વિનભાઇના સગા થાય. એ પણ અમારી ડુંગરા ખુંદવાની મંડળીમાં ભરતી થઈ ગયેલા. ખાસ કરીને ક્લાઇમ્બર્સ ક્લબ ની ઘણી હાઈક્સ કરી – પણ પપ્પાની સ્લાઈડ્સ જોઈને હિમાલયની તમન્ના જાગી એમ કહું તો ખોટું નહીં.
માલતિબેન ઝવેરી મળ્યા હિમાલય પ્રેમ ના પ્રવાહ માં જ. કુદરત નો પ્રેમ, ડુંગરા નો પ્રેમ, સાહિત્ય, નૃત્ય, સમાજ સેવા માં પણ તરબોળ. સૈહ્યાદ્રી માં ભમવા માં તો હૉય જ. એમના પતિ દામુભાઈ – રસિક વ્યક્તિ – પણ ડુંગરા થી જરા દૂર જ રહે. માલતીબેને પપ્પા ને અચૂક કહે, મારે હિમાલય જવું છે, તમારી સાથે લઈ જાઓ! નસીબ જોગે, અમે વેલી ઓફ ફ્લાવર્સ ગયા, ત્યારે માલતીબેન નો અમારી સાથે હિમાલય ફરવા નો જોગ જાગ્યો. ત્યાર બાદ પપ્પા મમ્મી અને માલતિબેન કાશ્મીર માં મરગન સિનથન પણ સાથે ફર્યા. માલતિબેન સંસ્કૃત ના ખાં. આખું મેઘદૂત મોઢે. વેલી ઓફ ફ્લાવર્સ માં અમે તંબુ માં રહેતા, અને બપોર પછી આછો વરસાદ દરરોજ આવે, સૂર્યાસ્ત સુધી. બાહર ફરવા જવાય નહીં. ત્યારે, માલતિબેન એમના તાંબું માં બેઠા બેઠા, અમને સંસ્કૃત માં મેઘદૂત સંભળાવે, અને ગુજરાતી માં સમજાવે! કલ્પના કરો, શું વાતાવરણ જામતું હશે ફૂલોં કી ઘાટી માં!
ક્લાઇમ્બર્સ ક્લબ ના મિત્રો માં બે ખાસ રસિક મિત્રો તે અશોક કુંટે અને ટાઈની (નામકરણ બે વાર થયું – ફોઇ એ નામ આપ્યું સત્યપ્રિય, પછી આ 6 ફૂટ 2 ઇંચ ઊંચા અને 90 કિલો ના છોરા ને IIT-
ક્લાઇમ્બર્સ ક્લબ માં – અને મુંબઈ ની ડુંગરા પ્રેમી મંડળી માં -
હિમાલય ફરતાં, રસિક વ્યક્તિ ઑ ની ઓળખાણ દરેક ટ્રેક માં એકઆદ તો થયા જ, અને નસીબ જોર કરતું હોય, તો આજીવન સંબધ બંધાય. ૧૯૬૦માં કુમાઉં નો પ્રોગ્રામ થયો. નવનીત પારેખ પપ્પાને કહે, મારી અલમોરા પાસે વાડી છે – “ખાલી એસ્ટેટ”. ચિઠ્ઠી આપું છું જરૂર જજો. અમે અલમોરા પહોંચ્યા, ખાલી એસ્ટેટ આમ પાસે પણ એક જ જાય. મોડી બપોરે વાડી એ પહોંચ્યા. ત્યાં નવનીતભાઈ ના માનેલા બહેન ગંગોત્રીબેન ગરબ્યાલ પણ હતા. સાંજ પડી, અને અમને ગંગોત્રીબેન કહે, મારો ભક્તિ નો સમય થયો છે, આવો, બેસો. પછી એમણે ભજન ગાવા માંડ્યા. એટલા તલ્લીન થઈ ને ભાવ વિભોર થઈ ને ગાતા હતા, કે એમના નયન ભાવભીના થયા, અને અશ્રુ ટપકે, પણ એમને એની જાણ જ નહીં. એમની વાતો પણ એટલી રસિક કે અમે સાંભળ્યા જ કરીયે. એક નાના અગમ્ય ગામ ના હતા, પણ ઘણું ભણેલા, અને કન્યા કોલેજ માં પ્રાધ્યાપક હતા. એમને માટે અમને ખૂબ જ માન છે. આજીવન કુમાઉં માં જ અભ્યાસ ના ક્ષેત્રમાં સેવા કરી. નિવૃત થઈ નારાયણ આશ્રમ માં રહેતા હતા.
નેપાળ માં જુમલા ગામે થી ફોકસુમડો સરોવર જવાનું હતું. જુમલામાં રહેવાની સગવડ કોઈ નહીં, એટલે પપ્પા મમ્મી ને એક ઓટલા વાળું ઘર દેખાયું ત્યાં જઇ ઘરવાળા ભાઈ પાસે ઓટલા પર રાત કાઢવાની મંજૂરી માંગી, તો “ના” નો જવાબ સાંભળી પપ્પા તો અવાક રહી ગયા – નેપાળ માં આવું થાય જ નહીં! પણ, પેલા ભાઈ –ડો. ગૌતમ -
સ્પીતી જતાં બસ માં સાંજ પડી ગયેલી, ચાર પાંચ યાત્રી બાકી, અને બિલકુલ વેરાન ઊંચા પહોડા માં રસ્તો જાય. ગામ કોઈ બાકી નહીં. રસ્તામાં એક જીપ ઊભેલી, બે સૈનિક વર્દી પહેરેલા અફસર ઊભા હતા, એક ગધેડા નું બચ્ચું પહાડ પરથી પડી ઘાયલ હતું, બસ વાળા પાસે પાણી માંગ્યું, અમારી પાસે તો હૉય જ, એ આપ્યું, અને એ અફસરો “સમદૂ માં મળીએ” એમ કહી બધા નીકળ્યા. સમદુ પહોંચ્યા તો તદ્દન બંજર જગ્યા, ના કોઈ ઘર દેખાય કે કોઈ માણસ. સાંજ તો પાડવા માંડેલી. બસ પરથી સામાન ઉતાર્યો, કે તરત બસ ફરી ને રાતના પડાવ પર ગઈ. આમ તેમ બાઘા મારતા હતાં એટલા માં બે જવાન આવ્યા “સાબ ને બુલાયા હૈ” કહી, સામાન ઉપાડયો ને ચાલવા માંડ્યા. અમે પાછળ ગયા, ત્યાં એ લોકો નો કેમ્પ દેખાયો, અને પેલા બે અફસરોએ અમને આવકાર્યા. ઓળખાણ થઇ. કેપ્ટન કે સી મેહરા અને એમની બટાલિયન ના પ્રાણી ડોકટર. એ સરહદી ઇલાકા માં ITBP તહેનાત હતી એના કમાન્ડર હતા. એમના કેમ્પ માં અમને રાખ્યા, અને અમે બ્રિજ રમીયે છીએ, જાણી ને બે દિવસ વધારે રાખી લીધા, અને પેટ ભરી બ્રિજ રમ્યા. આસપાસ ના સૈનિક દાળ ના અફસરો ને ખબર પડી કે કોઈ બ્રિજ રમવા વાળું મળ્યું છે, તે બે ત્રણ અફસરો પણ અમમરી સાથે રમવા આવ્યા.
એજ ટ્રીપમાં કાઝા થી કુમઝુમ લા ઓળંગી મનાલી જવાની તમન્ના હતી. ૬ દિવસ ચાલી ને કાઝા પહોંચ્યા ને ખબર પડી કે લોસર સુધી જવાશે – જીપમાં -
સિમલા થી નારકન્ડા 40 માઈલ દૂર, અને અત્યંત સુંદર જગ્યા. ૧૯૬૪ ની વાત, એટલે ૨ દુકાન, અને ૫ – ૬ ઘર નું ગામ! અમે PWD ના ડાક બંગલામાં રહ્યા, અને સામે આવેલી દુકાન માં થી રાંધવા નો સામાન ખરીદ્યો. એટલામાં વરસાદ શરૂ થયો, તો દુકાન વાળા ભાઈ કહે તમે સંભાળી ને જતાં રહો, હું સામાન મારા માણસ હાથે મોકલાવી દઇશ. “માણસ” નીકળ્યો વડોદરા ના કોઈ સદ્ધર કુટુંબ નો ભણેલો -
આવા તો અનેક અનુભવો – હિમાલય માં! ચૌકોરી કરી કુમાઊં ની અતિ સુંદર જગ્યા. અમને અશ્વિનભાઈ એ ચિંધેલી. બસ માં થી ઉતાર્યા, સાંજ પડવા માંડેલી, અને એક ચલિયું દેખાય નહીં. અમારી સાથે એક બીજા ભાઈ ઉતરેલા. એમણે અમને પુછ્યું કે ક્યાં જવું છે? કહે અહી કોઈ ગામ નથી! અને અમારી દશા જોઈ, બોલ્યા, મારી સાથે આવો, રહેવા ની સગવડ કરી આપીશ. સામાન અહીં રસ્તા બાજુ રહેવા દો, મારો માણસ આવી લઈ આવશે. એ ભાઈ શ્રી તરાગી, ચૌકોરી માં સ્થિત બેરીનાગ ટી એસ્ટેટ ચાહ ના બગીચા ના મેનેજર હતા, અને ટી એસ્ટેટ ના ગેસ્ટ હાઊસમાં અમને રહેવા ની સગવડ કરી આપી. અને ત્રણ દિવસ સુધી અમારી આગતા સ્વાગતા પણ કરી. મુંબઈ પહોચી પત્ર વ્યવહાર થયો, ત્યારે પપ્પાને કહ્યું કે મને તમારા જેવું એક દૂરબીન અપાવો.
લખવાની જગ્યા ખૂટી જશે, વાતો નહીં!
Introduction |
before marriage |
upto 1956 |
Himalay |
After mummy |
After Both |
relationships |
Planning |
Tijoriwala |
The Shah's |
Friends |
Buddies |
hills & vales |
Birders |