મારી વાતો
મારી સૌથી પ્રથમ અને મનમાં કોરાયેલી દાદા ની યાદ, તે પાંચ વર્ષ ની હું સ્કૂલમાં થી આવું અને દાદા મને રોટલીના જાણે ચંદ્રક કાપ્યા હોય, અને એના પર હાફૂસ ના ટુકડા ગોઠવી ને મારે માટે થાળી તૈયાર કરેલી હોય, તે! હું ઘરે પહોંચું ત્યારે આ થાળી તૈયાર હોય, પણ મારા ખાવાના ત્રાગા એવા, કે દાદા મારી પાછળ પાછળ આખા ઘરમાં ખૂબ ધીરજ રાખી ને ફરે, અને કોળિયો કોળિયો ખવડાવતા જાય! ભણે બેસી જમી લે તે બીજા!
દાદા ની આંખો અને શ્રુતિ પણ વૃધ્ધા થવા માંડેલી ત્યારે હજુ હું નાની હતી, એટલે મને એમના લાડ મળેલા, પણ સાહસી પ્રવાસી શોખીન દાદા નો પરિચય ઘણો આછ્છો. અને થોડી શાન આવી ત્યારે તો અમારે એમનું ધ્યાન રાખવાનો સમય આવી ગયેલો. પપ્પા અને બીજા સગા વ્હાલાં અને મિત્ર મંડળે મને એમની ઘણી વાતો કરી છે, અને એ સાંભળી ને મને અફસોસ જરા થયો કે મને પણ એ અનુભવ કરવાનો સમય મળ્યો હોત તો આનંદ થતે. જાનકી અને મને હેંગિંગ ગાર્ડન લઈ જતા તે, પૌરાણિક વાર્તાઓ કહેતા તે, અને મમ્મી પપ્પા અમને વાઢે તો અમારો પક્ષ હમેશાં લે તે એ બધી આચ્છી યાદો છે ખરી.
દાદા ફક્ત અમારે માટે ભરપૂર સમય કાઢે એવું નો’તું. નૈનહીન વિદ્યાર્થીઓ માટે પણ પૂરી ધગશ થી સમય આપે. ઘણા એવા વિદ્યાર્થી અમારે ઘરે આવતા, અને દાદા કલ્લાકો સુધી એમને ટેક્સ્ટ બુક માથી વાંચી આપે. અને વાંચી આપે એટલું જ નહીં, પણ એ વાંચન ની કેસેટ રેકોર્ડ કરી આપે, જે એ વિદ્યાર્થીઓએ ઘરે પણ પાછી સાંભળી શકે! મને યાદ છે કે નાની હતી ત્યારે ઘર માં પડેલા બ્રેઈલી ના સાધનો સાથે હું રમતી.
મેં દાદા એ હિમાલય માં ઊંચી જગ્યાઓ પર પણ શ્રીખંડ બનાવેલો, એની વાતો સાંભળી. કેવી રીતે બા અને દાદા આખું વર્ષ કરકસર થી જીવે, કે એક આખો મહિનો હિમાલયમાં ટ્રેકિંગ માટે જવાય! કેવી રીતે એમને કુદરત અને હિમાલય ના પ્રેમ નો ચેપ – અમારા સિવાય -
આતો થોડીક જ વાતો થઈ, આખો ખજાનો તો વિષાળ હશે જ. પણ આ વાતો થી દાદા ના અસ્તિત્વ નું રૂપ રંગ જે ઉભરાય છે તે એક જાણકાર, પ્રેમાળ, જોશીલા, થોડા ધૂની, ની:સ્વાર્થી, ઉદાર, પરોપકારી, સાહસી, શોખીન, થોડા જક્કી, પત્નીવ્રતા વ્યક્તિ નું. ખામી લાગે છે કે એ વ્યક્તિ ની વાતો સાંભળી ને જ જાણ્યા, અને સ્વગત સાથે રહી ને માણી ના શકી.
સિંગાપુર પહોંચ્યા, આંખે અંધારા આવ્યા, અને થોડા વખત માં એમને અલઝાઇમર લાગુ પડ્યો, પણ ત્યારે પણ મને લાગે કે એમની અંદર ની આ રસદાર જ્વાળા હજી જાગૃત છે. દાદા ઈસ્ટ કોસ્ટ પર સવાર સાંજ ફરવા જાય, ત્યાં તો સારા એવા પ્રખ્યાત હતા, અને ઘણા લોકો એમને ઓળખાતા થયા. દેખાય ઓછું – પડ્યા આખડ્યા વિના ચલાય એટલું દેખાતું હતું – એટલે જેટલા સામે મળે એમને પૂર્ણ ઉત્સાહ થી મોટે સાદે “હલ્લો” કે “ગુડ મોર્નિંગ” કે “હરી ૐ તત્સત” કહે, ભલે કોઈ જુવાન વ્યક્તિ હોય, વૃદ્ધ હોય કે તે વખત ના સિંગપૂર ના રાષ્ટ્રપતિ નાથન હોય! ઘરે આવેલા મહેમાન કે વોક પર મળેલા અલક મલક ના મિત્રો – દાદા એમને જાત જાત ની વાતો કરે , એમની યુવાવસ્થા ના ગાયન પણ સંભળાવે, અને આનંદિત કરે.
હ્રદય ની તપાસ કરતાં ડોક્ટરો ને નવાઈ લાગી કે આમ તો ૯૦ ના છે, પણ સ્વાસ્થ્ય તો રક્તદાન કરી શકે એવું છે! એક વાર કોઈ ડોક્ટરે એમને કોઈ મોંઘી સારવાર કરાવવા ની સલાહ આપી, અને દાદા એ એને મોઢે ઢોંગી કહ્યો!
પ્રભુ ની કટાક્ષ લાગે કે જે વ્યક્તિ એ આખી જિંદગી લોકો ને શિક્ષા આપી, ભણાવ્યા, જાત જાતના સંસ્કારી શોખ લગાડ્યા એની ઢળતી વયે બેબસ હાલત થઈ. પણ હવે જ્યારે પણ દાદા નો વિચાર આવે ત્યારે મને લાગે કે ના, હવે તો દાદા કોઈ સુંદર શિખર પર બા સાથે બેસી હાથમાં ચાહ– ૬ ચમચી ખાંડ વાળી -