પાછા!

મારી વાતો

પપ્પા જ્યારે સરસ mood માં હોય ત્યારે “એક ઘૂંટડી ચ્હા” ની માંગણી કરે.

લગ્ન પછી થોડાજ વખતમાં .... એક દિવસ ઘરમાં હિમાલયની કંઈ વાત થતી હતી ને પપ્પા એ એક ઘૂંટડી ચ્હા માંગી ! મે તરતજ બનાવી ને બધાને અડધો કપ હાથમાં આપ્યો. પપ્પા મને પૂછે તારો કપ ક્યાં? મેં કહ્યું હું ચા નથી પીતી! તરતજ કહે મને ખબર હોત કે તું ચ્હા નથી પીતી તો હેમંતને તારી સાથે લગ્ન ન કરવા દેતે! હું તો શું જવાબ આપું?

મમ્મી તરતજ બોલ્યા, ચ્હા નથી પીતી પણ હિમાલય જવાની ના નથી પાડતી ને....

જાનકી નાની હતી ત્યારે એક folding બાબાગાડી લીધી હતી. પપ્પા લગભગ દરરોજ સાંજે જાનકી ને હેંગિંગ ગાર્ડન ફેરવવા લઈ જાય. અમારા ઘર પાસે થી બસમાં જાય ને ગાર્ડન લગભગ કલાક ફેરવે! જુદા જુદા ફૂલ ઝાડ બતાવે નામ શીખવે. ને કોઈ friends મળે તો જાનકી ને કેટલા ફૂલ ને ઝાડ ના નામ આવડે છે તે વાત પર ખૂબ ગર્વ કરે!

બસ સ્ટોપ પાસે એક નાની દુકાન માં થી જાનકી માટે વરયાળી પીપી લે. એ દુકાનમાં એક પારસીભાઈ બેસે, જાનકી એમને પીપીવાળા દાદા તરીકે ઓળખે.

જાનકી મોટી થઈ પછી પણ અમે જ્યારે એ રસ્તા પરથી જઈએ તો પીપીવાળા દાદા ને જરૂર મળીએ ! ખૂબ પ્રેમ થી જાનકી સાથે વાતો કરે!

વૈદેહી થોડી મોટી થઈ પછી જાનકી ને વૈદેહી બંને ને લઈને ગાર્ડન જતાં. મમ્મી ગયા પછી વૈદેહી નો જન્મ એટલે એના માટે ખૂબ soft corner ખરો! ખાવા પીવા માં ખૂબ ખૂબ લાડ કરે અને જો હું કે હેમંત બે માં થી કોઈ પર ગુસ્સો કરીએ તો “રડવા” બેસે.

ભગવાનની (સેવા માં વપરાતી તે) નાની વાડકીથી રોટલીના નાના ગોળ (ચકતા) કાપે ને એક એક ગોળ ઉપર એક એક કેરીનો ટુકડો મૂકી ખવડાવે! અને કહીએ કે શાક પણ મૂકો! તો ગમે નહીં! કેરી પર ખૂબ પ્રેમ ને ખૂબ પ્રેમ થી ખવડાવે. રામનવમી એ ભગવાન ને ધરાવવા પહેલી કેરી ઘરમાં આવે ને વરસાદ પછી લંગડો મળે ત્યાં સુધી એક પણ દિવસ ઘરમાં કેરી ના હોય એવું ન બને.

દુનિયામાં થોડી નસિબદાર "વહુ" માં થી હું એક છું. જેને સાસુજી સાથે ના સંમ્બન્ધમાં કડવાશ નહીં પણ ભરપૂર મિઠાશ છે! જીવન માં હિંમ્મત્ત, દીલદારી, કરકસર, કામ, મજા બધ્ધુંજ કેવી રીતે માણવાનું તે મેં મમ્મી માં જોયું. સગાઈ કરી પહેલી વાર ઘરે જમવા બોલાવિ ત્યારે ચાંદીની મોટી થાળીમાં ખૂબ પ્રેમથી પીરસીને જમાડેલી. જમ્યા પછી મને કહે "મારે કોઈ દિકરી નથી! કોઈ પણ દિવસ તારા માટે મારા મનમાં કે, મારા માટે તારા મનમાં કંઈ ગેરસમજ ન થવી જોઈએ. તને જે ન ગમે તે ચોખ્ખું ચોખ્ખું કહિ દેજે. જેથી મને પણ ખબર પડે કે તને શું નથી ગમતું. અને બીજીવાર એવી situation ન આવે, જેથી મનમાં કડવાશ થાય.

 લગ્ન થયા ત્યારે હું હજી ભણતી હતી: જુહુ પર આવેલી દિલખુષ સંસ્થામાં બી.એ. પછી સ્પેશ્યલ એડ્યુકેશન માં ડિપ્લોમા કરતી હતી. સવારના ૯ થી બપોરના ૪ - ૪:૩૦ સુધી જવાનું. કોલેજ માં થી આવું ત્યારે પ્લેટફોર્મ પર મારે માટે નાસ્તો ને દૂધ ઢાંકેલું હોય. પરીક્ષા પહેલાં કે જો કોઈ પ્રોજેક્ટનું કામ કરતી હોંઊ ને મમ્મી રસોડામાં કામ કરતા હોય ને હું મદદ કરવા જાંઊ તો કહે "જા, તું પહેલા ભણવાનું પતાવ. મેં સ્કૂલમાં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે પણ સવારના અડધા ઊપર કામ કરી ને પ્રેમપુરી અને મંદિર જાય એટલે મારે સરળતા રહે! પ્લાનિંગ ને ક્યારે શું કામ કરી લેવું તે શીખામણ આપ્યા વગર સમજાવિને કરાવે! બેટા આપણે આમ કરવું છે! દિકરી જરા આટલું કરી રાખજે ને! એટલી મીઠાશ અને મમતાથી કામ કરાવતા આવડે કે કામનો "ભાર" ન લાગે!

જાનકી લગભગ એક વર્ષની થઈ ત્યારે એક દિવસ રસોડામાં ટેબલ પર બેસી મમ્મી જાનકીને ખવડાવતા હતા. મમ્મી ટેબલ પર ચડી ને બેસતા! એમની સ્પેશ્યલ જગ્યા! જાનકી ને ખવડાવવા માટે સામે ખુરશી પર બેસાડે. ને ગોળ હાથા વાળી ખુરશી હતી એટલે જાનકી બેસી ને ખાય! ને મને કહે હવે જાનકી મોટી થઈ ગઈ છે ... તારે હવે થોડા કલાક school માં કામ કરવા જવું હોય તો વિચારી જો. હવે જાનકી ને અમે થોડા કલાક રાખી શકશું!

I was very surprized! પણ મને મનાવી ને વાતો થી સમજાવીને confidence આપ્યો કે હું થોડા કલાક કામ કરી શકું. મે બપોરની shift માં સાધના સ્કૂલ પાછી joint કરી. School ના કોઈ પણ કામ માટે જો મોડું થાય, કે meeting હોય ને મારે school માં રહેવાનુ હોય, school માં કંઇ પણ activities હોય તો part લેવાનો હોય, કોઈ પણ દિવસ મને feel ન થવા દીધું કે એમને જાનકીને વધારે  રાખવી પડી!

મને બધીજ રીતે support કર્યો ને હું ૧૫ વર્ષ સાધના school માં કામ કરી શકી.

લગ્ન પછી અમારે – હેમંતને મારે – કશે પણ જવાનું હોય તો મમ્મી ને સૌથી વધારે હોંશ હોય.

સાડીને ઇસ્ત્રી કરવી? વાળા ધોયા? સાથે દાગીનો શું પહેરવો છે? તે દિવસે ભગવાન માટે special માળા બને ને એ માળા મારા વાળમાં નાખવા આપે!

જાનકી નાની હતી ને અમારે કશે પણ જવાનું હોય તો કહે સરસ તૈયાર થઈ ને તમે બંને જાવ! જાનકી ને અમે સાચવશું! તમને પણ મજા આવે ને મારી દીકરી શાંતી થી રમે!

મને ગોળપાપડી ખૂબ ભાવે. એક દિવસ હૂઁ આવી ને એમને ગોળપાપડી બનાવવા નું શરૂ કર્યું. ને કોઈક મળવા આવ્યું તો મને કહે લે દીકરા પૂરૂ કાર! પણ દીકરાએ કોઈ દિવસ ગોળપાપડી કરી હોય તો આવડેને! મારા મમ્મી ને ગોળનું પાણી કરી શીરો કરતાં જોઈ હતી તે યાદ! મેન પણ ગોળ નું પાણી કરી ગોળપાપડીમાં નાખ્યું ને ૨૦/૨૫ મિનિટ સુધી હલાવતી રહી! પણ ગોળપાપડી થાય જ નહીં! મમ્મી રસોડામાં આવ્યા ને એમણે જોયું. ગેસ બંધ કરી મને કહે હમણાં રહેવા દે .... મહેમાન ગયા પછી મને કહે દીકરા આ તે ગોળપાપડી નહીં પણ શીરો કર્યો! મને શું ખબર?

પછી તરત પાછો લોટ કાઢી ગોળપાપડી કરી ને મને બાજુમાં ઊભા રાખીને બતાવી કેમ કરવાની .... આજે મારી ગોળપાપડી “super” થાય છે! ને જેટલી વાર કરું એટલી વાર યાદ કરું કે પહેલી વાર કેવી બનાવી હતી!

એમની ખૂબી હતી “દીકરા આપણે આમ કરવું છે   ... બેટા આમ કરાય “ કરી ને એવું તો શીખવી દે કે કોઈ દિવસ ભૂલાય જ નહીં!